પૈસાનો મોહ બા છેવટ સુધી ન છોડી શકી. વગર નોટીસે અને વગર કારણે બા ઈન્કમટેક્સની ઓફીસે જતી અને આવકવેરો લેવાય તેવું કરતી. મારો આવકવેરો તો મારા પગારમાંથી જ કપાઈ જતો હતો અને બાનું પેન્શન વધતું વધતું બસો રુપીયા સુધી પહોંચેલું. તે ઉપરાંત ખેતીની આવક હતી. આ અંગે બાએ મને એક મૌલીક વાત કરેલી તે યાદ આવે છે. બાએ કહેલું : ગુણુ ! આ દેશમાં માત્ર નસીબદાર માણસો જ આવકવેરો ભરે છે. આવક છે તો આવકવેરો છે ને ? કેટલાય ગરીબો આવકવેરો ભરવો પડે તેટલું