*
કોઈ પણ જાતના પ્રયત્ન વગર પણ વૃદ્ધી પામે તે ઉમ્મર. ઘણાખરા માણસોના જીવનમાં ઉમ્મર સીવાય બીજું કશુંય વૃદ્ધી પામતું નથી. મોટી ઉમ્મરનો આંકડો અળખામણો લાગે છે, સાઠ વર્ષની ઉમ્મરનો કોઈ માણસ કોઈ બફાટ કરે ત્યારે ઘણુંખરું એની ગેરહાજરીમાં એક વાક્ય ઓરડાના અવકાશમાં ફંગોળાય છેઃ “સાઠે બુદ્ધી નાઠી.' આ કહેવત જરુર કોઈ સાઠ વર્ષથી નાની ઉમ્મરના માણસે પાડી હોવી જોઈએ. આટલી સાચી કહેવત વહેતી મુકવાનું સાઠની ઉમ્મર વટાવી ગયેલા આદમી માટે શક્ય જ નથી.