પોતાના આરોગ્યની કાળજી ન રાખે તેને ઘડપણ ખુબ જ કનડે છે. એવાં કેટલાંય તન્દુરસ્ત માતાપીતા હોય છે, જેમણે પોતાના રોગી દીકરાની ચાકરી કરવી પડે છે. ઘણા માણસો માંદગીપ્રીય હોય છે. તેઓ જીવન પ્રત્યેના નકારાત્મક અભીગમને કારણે પોતાની માંદગીને મહોબ્બત કરી બેસે છે. માંદગી કેવળ શરીરની નથી હોતી. ઘણીખરી માંદગી મનની હોય છે. જે રોગને મનનો ટેકો નથી હોતો તે રોગને શરીર પણ ખદેડી મેલે છે. થોરો કહે છે કે માણસે ઈરાદાપુર્વક જીવવું જોઈએ. ઘણા માણસો મરવા વાંકે જીવતા હોય છે.